Skip to content
Gujarati Lyrics

ગરવા પાટે પધારો ગુણપતિ | garava paate padharo gunpati Lyrics

garava paate padharo gunpati Lyrics — Lyrics

Gujarati Bhajan 19 views July 26, 2023
PDF

ગરવા પાટે પધારો ગુણપતિ
સદગુરૂ ગણપતિ શારદા, ત્રણેય નમન ઠામ;
સરણે ગયે સુખ આપશે, પુરે હૃદય ની હામ.
ગરવા પાટે પધારો ગુણપતિ…

જમા જાગરણ કુંભ થાપ્યા મળીયા જતિ અને સતી‚
પાટે પધારો ગુણપતિ સંગમાં સુદ્ધ બુદ્ધ નારી સતી‚
ગરવા પાટે પધારો ગણપતિ…

નિજીયા પંથીએ મંડપ રોપ્યા‚ ધરમ ધજારે ફરકતી
ગત ગંગા આરાધે દેવતા‚ નરનારી એક મતિ
ગરવા પાટે પધારો ગણપતિ…

વેદ ભણંતા બ્રહ્માજી આવ્યા‚ આવ્યાં માતા સરસ્વતી
કૈલાસથી ભોળાનાથ પધાર્યા સંગે પાર્વતી સતી
ગરવા પાટે પધારો ગણપતિ…

તેત્રીસ કોટિ દેવતા આવ્યાં આવ્યા લક્ષ્મી પતિ
બાવન વીર ને ચોસઠ જોગણી આવ્યાં હનમો જતિ
ગરવા પાટે પધારો ગણપતિ…

નવનાથ ને સિદ્ધ ચોરાશી આવ્યા છે ગોરખ જતિ
પોકરણથી પીર રામો પધાર્યા એ તો બાર બીજના પતિ
ગરવા પાટે પધારો ગણપતિ

કેશવ તમને વિનવે સ્વામી‚ મંગળકર મુરતિ
ધુપ ધુપ અને ઝળ હળે જ્યોતિ ઉતારૂં આરતી
ગરવા પાટે પધારો ગણપતિ…

garava paate padharo gunpati
sadguru ganapati shaarda,
traney naman thaam
sarane gaye sukh aapashe,
pure haday ni haam
garava paate padhaaro…

jama jaagaran kumbh thaapya,
maliya jati ne sati.
paate padhaaro gunpati,
sang ma suddh buddh naari sati.
garva paate padhaaro…

nijiya panthiye mandap ropyo,
dharam dhaja re farakti
gat ganga aaraadhe devata,
nar naari ek mari.
garava paate padhaaro…

ved bhanata brahmaaji aavya,
aavya maata sarswati.
kailas thi bholanath padhaarya,
sange paarvati sati.
garava paate padhaaro…

tetris koti devata aavya,
aavya lakshmi pati.
baavan veer ne chosath jogani,
aavya hanamo jati.
garava paate padhaaro…

nav naath ne siddh choraashi,
aavya che gorakh jati.
pokaran thi pir raamo padhaaryo,
aa to baar bijna pati
garava paate padhaaro…

keshav tamane vinave swami,
mangal kar murat.
dhup dhup ane jalahale jyoti,
utaaru aarti.
garava paate padhaaro…

Share this song

Video

Related songs

PDF