Skip to content
Gujarati Lyrics

સખી આજનો લહાવો લીજીએ રે|Aaj no lahavo lijiye re Lyrics

Aaj no lahavo lijiye re Lyrics — Lyrics

Gujarati Bhajan 9 views June 29, 2023
PDF

સખી આજનો લહાવો લીજીએ રે,
કાલે કોણે દીઠી છે
સખી આજનો લહાવો લીજીએ રે,
કાલે કોને દીઠી છે…

ફૂલની ગાદી ને ફૂલના તકિયા….૨
ફૂલના બીછાના બિછાવીએ રે,
કાલે કોણે દીઠી છે
આજનો લહાવો લીજીએ….

સોનાના પારણાને રેશમની દોરી….૨
હરખે શ્રીનાથજી જુલાવિએ રે,
કાલે કોણે દીઠી છે
આજનો લહાવો લીજીએ….

સોનાના સોગઠા ને રેશમની ચોપાટ…૨
હીરલના પાસા ઢળાવીયે રે,
કાલે કોણે દીઠી છે
આજનો લહાવો લીજીએ….

વાણીના મેહુલાને આનંદની હેલી….૨
સુખને સરવડે ભીંજાઈ રે,
કાલે કોણે દીઠી છે
આજનો લહાવો લીજીએ….

Aaj no lahavo lijiye re,
Kaal kone dithi chhe
Sakhi ajno laahvo lijiye re
Kaal kone deethi chhe…

Phool ni gaadi ne phool na takiya….2
Fool na bichhana bichaviye re
Kaal kone deethi chhe
Aaj no lahavo lijiye…

Sona na paarna ne resham ni dori…2
Harakhe shreenathji julaaviye re
Kaal kone deethi che
Aaj no lahavo lijiye…

Sona na sogatha ne resham ni chopaat…2
Hirala na paasa Dhalaaviye re
Kaal kone dithi chhe
Aaj no lahavo lijiye…

Vaani na mehula ne aanand ni heli…2
Sukh ne sarvade bhinjaaye re
Kaal kone dithi che
Aaj no lahavo lijiye…

Share this song

Video

Related songs

PDF