Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Lyrics

શ્રીમદ્ વલ્લભ કહો શ્રીમદ્ વલ્લભ કહો|shreemad valabh kaho shrimad vallabh kaho

Written by Gujarati Lyrics

શ્રીમદ્ વલ્લભ કહો શ્રીમદ્ વલ્લભ કહો.
વલ્લભ નામ વિના ઉદ્ધાર નહીં,
શ્રીમહાપ્રભુજી વિના ઉદ્ધાર નહીં,
શ્રીમહાપ્રભુજી વિના બેડો પાર નહીં,
શ્રીમદ્ વલ્લભ કહો….

શ્રીનાથજી વિના બીજું શરણ નહીં,
વિઠ્ઠલેશ વિના વિશ્રામ નહીં,
મથુરેશ વિના મન ગમતું નથી,
નવનિત લાલ વિના નવધા ભક્તિ નહિ
શ્રીમદ્ વલ્લભ કહો….

દ્વારકાધિશ વિના નિકુંજ નહીં,
ગોકુળનાથજી વિના ગિરિરાજ નહીં,
ગોકુળચંદ્ર વિના રાસ વિલાસ નહીં,
બાલકૃષ્ણ વિના કોઈ પ્રબળ નહીં
શ્રીમદ્ વલ્લભ કહો….

મદન મોહન વિના વેણુનાદ નહીં,
શ્રીયમુનાજી વિના કોઈ દયાળુ નહીં,
નટવર નીરખ્યા વિના મારા નેણ નહીં,
કલ્યાણરાયજી વિના કલ્યાણ નહીં
શ્રીમદ્ વલ્લભ કહો….

ચંપારણ્ય વિના બીજે પ્રાગટ્ય નહીં,
ચરણાટ વિના નિજ ધામ નહીં,
હરિરાયજી વિના શિક્ષા પત્ર નહીં,
અષ્ટસખા જેવા કોઈ વૈષ્ણવ નહીં
શ્રીમદ્ વલ્લભ કહો….

વ્રજ ભૂમિ જેવું કોઈ ધામ નહીં,
વલ્લભ કુળ જેવું કોઈ કુળ નહીં,
પુષ્ટિ માર્ગ જેવો કોઈ ધર્મ નહીં,
શ્રીનાથજી જેવી કોઈ ઝાંખી નહીં
શ્રીમદ્ વલ્લભ કહો….

English version

shreemad valabh kaho shrimad vallabh kaho
vallabh naam vina uddhar nathi
shri mahaprabhuji vina uddhar narhi
mahaprabhuji vina bedo paar nathi
shrimad vallabh kaho…

shrinathji vina biju sharan nahi
vithalesh vina vishraam nahi
mayuresh vina man gamatu nathi
navnti laal vina navadha bhakti nahi
shreemand vallabh…

dwarikadish vina nikunj nahi
gokul nathji vina giriraj nahi
gokul chandra vina raas vilaas nahi
baal krishna vina koi prabal nahi
shrimad vallabh karo…

madan mohan vina venunaad nahi
shri yamunaji vina koi dayaalu nahi
natvar nirakhya vina mara nen nahi
kalyanrayji vina kalyaan nahi
shreemand vallabh…

champaranya vina bije pragatya nahi
charnaat vina nij dhaam nahi
hariray vina shiksha patr nahi
asht sakha jeva koi vaishnav nahi
shreemand vallabh…

vraj bhumi jevu koi dhaam nahi
vallabh kul jevu koi kul nahi
pushti maarg jevo koi dharm nahi
shrinathji jevi koi jaankhi nahi
shreemand vallabh…



Watch Video


About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!