Home » Aavi Aavi Alakh Jagaayo Gujarati Bhajan Lyrics

Aavi Aavi Alakh Jagaayo Gujarati Bhajan Lyrics

આવી આવી અલખ જગાયો ..

એ બેની અમારે મહેલે ..

ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે .. એ ..જી ..

આવી આવી અલખ જગાયો ..

એવો અમારે મહેલે ..

ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે .. એ ..જી

વાલીડા મારા, સત્ય કેરી સૂય ને,

શબ્દોના ધાગા રે … રામ, રામ ..રામ ..

વાલીડા રે મારા, સત્ય કેરી સૂય ને ..

શબ્દોના ધાગા રે.. એ .. જી..

હે… ખલકો રે ખૂબ બનાયો … (૨)જી, જી ..જી ..

એ.. બેની અમારે મહેલે ..

ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે.. એ ..જી

વાલીડા મારા … હે.. જી..પેહરણ પીતાંબર ને, ..

કેશરિયા વાઘા રે.. હો.. જી..

વાલીડા મારા, પેહરણ પીતાંબર ને, ..

કેશરિયા વાઘા..રે.. રામ, રામ..રામ …

એ .. કેશર ભીનો તિલક લગાયો .. જી.. જી..જી … (૨)

એવો અમારે મહેલે ..

ઊત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે … એ ..જી

વાલીડા મારા,  ભમર ગુફામાં જોગીડે ..

આસન વાળ્યા રે… હે.. જી ..

વાલીડા મારા, ભમર ગુફામાં જોગીડે ..

આસન વાળ્યા રે… હો .. જી ..

એ.. અનહદ નાદ બજાયો, જોગીડે .. હે.. જી .. (૨)

એ .. એવા અમારા મહેલે,

ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે.. હે.. જી

વાલીડા રે મારા,  હિરે જોગીડા ને ..

જન્મ મરણ ના આવે રે.. હે.. જી …

એ … નહિ રે આયો ને, નહિ જોયો ..

એ.. એવા અમારે મહેલે ..

ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે..

વાલીડા મારા, ત્રિકમ સાહેબ ..

ખીમ કે રે ચરણે રે… રામ, રામ ..રામ …

એ … હરખ હરખ ગુણ ગાયો ..

એ એવો અમારે મહેલે ..

ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો ને … એ .. જી



Scroll to Top