Home » Anand Ghadi Hete Bhajwa Hari Gujarati Bhajan Lyrics

Anand Ghadi Hete Bhajwa Hari Gujarati Bhajan Lyrics

આનંદ ઘડી, હેતે ભજવા હરિ,
મારો સાહેબો સોહાગી મળિયા
આનંદ ઘડી હેતે ભજવા હરિ, મારા સંતો
સાયબો સુહાગી મળિયા,
આનંદ ઘડી…

પ્રેમના રે પિયાલા મારા, ગુરુજીએ પાયા રે
જોતાં રે જોતાં તો અમને વસ્તુ જડી મારા સંતો
સાયબો સુહાગી મળિયા,
આનંદ ઘડી…

રૂદિયા કમળમાં હુવા અંજવાળા રે
તખત ત્રિવેણી ઉપર જ્યોતું જલી મારા સંતો
સાયબો સુહાગી મળિયા,
આનંદ ઘડી….

સતનો શબદ મારા ગુરુએ સુણાવ્યો રે
સુરતે ને સુરતે મેં તો નીરખ્યા હરિ મારા સંતો
સાયબો સુહાગી મળિયા,
આનંદ ઘડી…

કહે રવિરામ સંતો ! ભાણને પ્રતાપે રે
ગુરુના ભજનમાં મારી સુરતા ખડી મારા સંતો
અગમ આસન ઉપર સુરતા ચડી મારા સંતો
સાયબો સુહાગી મળિયા,
આનંદ ઘડી…



English version


aanand ghadi hete bhajava hari
maaro sahebo sohaagi maliyo
aanand ghadi hete bhajava hari
maara santo
saayabo suhaagi maliyaa
aanand ghadi hete…
prem na re piyaala maara gurujiye paya re
jota re jota to amane vastu jadi
maara santo
saayabo suhaagi maliyaa
aanand ghadi hete…
rudiya kamal ma huva anjavaala re
takhat triveni upar jyoti jali
maara santo
saayabo suhaagi maliyaa
aanand ghadi hete…
sat no shabd maara guruye sunaavyo re
surate ne surate me to nirakhya hari
maara santo
saayabo suhaagi maliyaa
aanand ghadi hete…
kahe ravi ram santo bhaan ne prataape
guruna bhajan ma maari surata khadi
maara santo
agam aasan upar surata chadi
maara santo
saayabo suhaagi maliyaa
aanand ghadi hete…


Scroll to Top