કાયર થઈને ભાગીશમાં
કાયર પણાની વાતો કરીને
બીજાને બીવડાવીશમાં….
સીધે મારગડે જો કોઈ ચાલે
એને મારગ અવળો બતાવીશમાં
પરાયાનું સારૂં જોઈને
દિલડું તારું દુભાવીશમાં….
સુગંધની તને ખબર ન હોય તો
ફૂલડાને તું તોડીશમાં
પાણી ન પાતો ચાલશે,
પણ, ઊગતા છોડ ઉખેડીશમાં….
દાન ન દેતો, દયા રાખજે
બોલીને કોઈનું બગાડીશમાં
સમજ્યા વિનાની વાતો કરીને
મૂરખમાં નામ નોંધાવીશમાં….
હરિના ભજનમાં જઈને પ્રાણી
ઘરની વાતો ઉખેડીશમાં
શબ્દ સમજ્યા વિન તાલને ટેકે
માથું તારું ધુણાવીશમાં….
પ્રભુની કૃપાથી નાવ મળ્યું એને
ઊંઘમાં ઊંધું વાળીશમાં
કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે
અવસર એળે ગુમાવીશમાં….
English version
kaayar thaine bhaagish ma
kaayar panaa ni vaato karine
bijaa ne bivdaavish ma
shurvir ne tu joine…
ene maarag avalo bataavish ma
paraaya nu saaru joine
diladu taaru dubhaavish ma
survir ne tu joine…
fulada ne tu todish ma
paani na paato chaalashe
pan ugata chhod ukhedish ma
shurvir ne tu joine…
boline koi nu bagaadish ma
samajya vina ni vaato karine
murakh ma naam nondhaavish ma
survir ne tu joine…
ghar ni vaato ukhedish ma
shabd samajya vin taal ne teke
maathu taaru dhunaavish ma
shurvir ne tu…
ungh ma undhu vaalish ma
kahe purushottam guru prataape
avasar ele gumaavish ma
shurvir ne tu joine…