Pritam Varni Chundadi Gujarati Bhajan Lyrics
પ્રીતમ વરની ચૂંદડી રે,
મહાસંતો વોરવાને મળિયા રે;
જે રે ઓઢે તે અમ્મર રે’વે ,
અકળ કળામાં જઈને ભળિયા રે..
પ્રીતમ વરની….
ધરમ ને ધોળી લઈ ને હરી
નામ હરતા જોતર્યા રે
ધીર જન ધરતી કેદી રે,
રાણા તારે રાકલિયા રે.
પ્રીતમ વરની….
પવન સરુપી મેહુલા ઊઠિયા,
વરસે વેરાગની વાદળિયું રે;
ગગન ગરજે ને ઘોર્યું દિયે,
ચોઈ દશ ચમકી વીજળિયું રે.
પ્રીતમ વરની….
વિચાર કરીને વણ વાવિયું,
વણ તો મુનિવરનું ઠરિયું રે;
આનંદ સ્વરૂપી ઊગિયું,
ફાલી ફૂલડે બહુ ફળિયું રે.
પ્રીતમ વરની….
વિગતેથી વણ ને વીણિયું,
સીતારામ ચરખે જઈ ચડિયું રે;
જ્ઞાન-ધ્યાનના એમાં બૂટા ભર્યા,
વણનારા વેધુએ વણિયું રે.
પ્રીતમ વરની….
નિર્મળ નિર્મળ કાંતિયું એને,
સુરતા ટાણે તાણીયું રે
સૂર્યા તિત નું પણ દીધું,
નુરતા નારિયું ભરીયું રે
પ્રીતમ વરની….
ચૂંદડી સદગુરૂજી ના નામ ની,
સત ને સંચે હવે ચડિયું રે
જ્ઞાન ને ધ્યાન માં ઠુંઠા ભારિય,
વણનારા વેધુ બહુ મળીયા રે
પ્રીતમ વરની….
સોય લીધી સતગુરુ સાનની,
દશનામ દોરા એમાં ભરિયા રે;
સમદષ્ટિથી ખીલાવી ચૂંદડી,
રંગ નિત સવાયા ચડિયા રે.
પ્રીતમ વરની….
મનનો માંડવડો નાંખિયો,
ગીતડાં ગાયાં છે સાહેલિયું રે;
માયાનો માણેકથંભ રોપિયો,
ઉમંગની ખારેકું વેચાણિયું રે.
પ્રીતમ વરની….
શિવે બ્રહ્માને સોંઢયા જાનમાં,
સરતી સમરતી જાનડિયું રે;
ગમના ગણેશ બેસાડિયા,
સાબદી થઈ છે વેલડિયું રે.
પ્રીતમ વરની….
ઉસળ મુસળ ને રવૈયો,
ત્રતે સરિયું ને ભરડો રે
પ્રપંચ ના કીધાં કીડિયા,
સુખમણાં પોખે શામળિયો રે
પ્રીતમ વરની….
હાકેમ રથ લઈને હાલિયા,
જાનું અહોનિશ ચડિયું રે;
ગુરુ પરતાપે મૂળદાસ બોલિયા,
ઈ મારગે વૈકુંઠ મળિયું રે..
પ્રીતમ વરની….
Related songs
MATA TANE RAJ KARAVSE LYRICS | VIJAY SUVADA
શ્રીજી છેલરે છોગાળો શ્રીજી લાગે કેવો રૂપાળો|Shriji chel re chhogaalo Lyrics
Shriji chel re chhogaalo Lyrics
Mogal Aave Tya Vat Puri Lyrics in Gujarati
Jiv Japile Jalaram Bhajan Lyrics in Gujarati
પધારો લાલ લટકાળા લે’રી લટકાળા| Padharo laal latkala laheri Lyrics
Padharo laal latkala laheri Lyrics