અવળી હવડી આંબલીયા ની ડાળ રે
જંગલ માં હું એકલી
કુંભારી વીરો આવશે ને ગરબા લઇ આવશે
એવા અમારા , ખોડલ માને કાજ રે , જંગલ માં હું એકલી
અવળી હવડી આંબલીયા ની ડાળ રે
જંગલ માં હું એકલી
સુથારી વીરો આવશે ને બાજોટ લઇ આવશે
એવા અમારા , ખોડલ માને કાજ રે , જંગલ માં હું એકલી
અવળી હવડી આંબલીયા ની ડાળ રે
જંગલ માં હું એકલી
દરજીડો વીરો આવશે માની ચુંદળી લઇ આવશે
હે એવા અમારા , ખોડલ માને કાજ રે , જંગલ માં હું એકલી
અવળી હવડી આંબલીયા ની ડાળ રે
જંગલ માં હું એકલી
માળીડો વીરો આવશે માઁના તોરણીયા લઈઆવશે
એવા અમારા , ખોડલ માને કાજ રે , જંગલ માં હું એકલી
અવળી હવડી આંબલીયા ની ડાળ રે
જંગલ માં હું એકલી
સોનીડો વીરો આવશે ને હારલા લઇ આવશે
એવા અમારા , ખોડલ માને કાજ રે , જંગલ માં હું એકલી
અવળી હવડી આંબલીયા ની ડાળ રે
જંગલ માં હું એકલી
Download This Lyrics PDF