Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Lagna Geet

Ganesh paat besadiye | ગણેશ પાટ બેસાડીએ Lyrics in Gujarati

Written by Gujarati Lyrics

ગણેશ પાટ બેસાડીએ, ભલા નીપજે પકવાન,
સગા-સંબંધી તેડીએ, જો પૂજયા હોય મોરાર
જેને તે આંગણ પીપળો, તેનો તે ધન્ય અવતાર
સાંજ સવારે પૂજીએ, જો પૂજયા હોય મોરાર,
ગણેશ પાટ બેસાડીએ….

જેને તે આંગણ ગાવડી, તેનો તે ધન્ય અવતાર
સાંજ સવારે દોહવા દે,જો પૂજયા હો મોરાર.
જેને તે આંગણ કુંવરી, તેનો તે ધન્ય અવતાર
શીખ્યું સંઘયરું સાચવે,જો પૂજયા હોય મોરાર.
ગણેશ પાટ બેસાડીએ….

જેને તે પેટે ચાર દિકરા,તેનો તે ધન્ય અવતાર
ચારે વહુવારૂ પાયે પડે, જો પૂજયા હોય મોરાર,
કાંઠા તે ઘઉંની રોટલી, માંહે કળકળીયો કંસાર
ભેગાં બેસી ભોજન કરે, જો પૂજયા હોય મોરાર.
ગણેશ પાટ બેસાડીએ….

સોના તે કેરો મારો ઝાંપલો ને રત્ન જડેલા કમાડ
સાંજ સવારે ઉઘાડીએ, જો પૂજયા હોય મોરાર.
ગણેશ પાટ બેસાડીએ, ભલા નીપજે પકવાન,
સગા-સંબંધી તેડીએ, જો પૂજયા હોય મોરાર
ગણેશ પાટ બેસાડીએ….

English version

Ganesh paat besadiye, bhala nipje pakwaan
Saga sabandhi tediye, jo pujya hoy moraar.
Jene te aangane pipalo, teno te dhanya avatar,
Saanj saware pujiye, jo pujya hoy moraar.
Ganesh paat besadiye…

Jene te angane gaawadi teno te dhanya avatar
Saanj savare duhiye jo pujya hoy moraar.
Jene te aangan kuvari teno te dhanya avatar,
Shikhyu sanghariyu sachve jo pujya hoy morar.
Ganesh paat besadiye….

Jene te pete char dikara teno te dhanya avtar,
Chare vahu vaaru paaye jo pujya hoy morar.
Kaanthe te ghauni rotali mahe kalkaliyo kansar
Bhega besi bhojan kare jo pujya hoy morar.
Ganesh paat besadiye….

Sona te kero maro japalo ne ratn jadela kamad,
Saanj savare ughadiye jo pujya hoy morar
Ganesh paat besadiye, bhala nipje pakwaan
Saga sabandhi tediye, jo pujya hoy moraar.
Ganesh paat besadiye….



Watch Video


About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!