Home » Ha Hare Ghaduliyo – Gujarati Garba Lyrics

Ha Hare Ghaduliyo – Gujarati Garba Lyrics

હા હા રે ઘડુલીયો

હા હા રે ઘડુલીયો ચઢાવ રે ગિરધારી…
ઘરે વાટ્યું જુએ છે માં મોરી રે, બેડલું ચઢાવ રે ગિરધારી…

તારા માથાનો અંબોડો રે ગિરધારી…
જાણે છૂટ્યો તેજીનો ઘોડો રે, બેડલું ચઢાવ રે ગિરધારી…

તારી આંખોનો ઉલાળો રે ગિરધારી…
જાણે દરિયાનો હિલોળો રે, બેડલું ચઢાવ રે ગિરધારી…

તારી નાકડિયાની દાંડી રે ગિરધારી…
જાણે દીવડીએ શગ માંડી રે, બેડલું ચઢાવ રે ગિરધારી…

તારા હાથની કલાયું રે ગિરધારી…
જાણે સોનાની શરણાયું રે, બેડલું ચઢાવ રે ગિરધારી…

તારા હાથની હથેળી રે ગિરધારી…
જાણે બાવળ પરની થાળી રે, બેડલું ચઢાવ રે ગિરધારી…

તારા હાથ ની આંગળીયું રે ગિરધારી…
જાણે ચોળા-મગની ફાળિયું રે, બેડલું ચઢાવ રે ગિરધારી…

તારા પેટડીયાનો ફંદો રે ગિરધારી…
જાણે પૂનમ કેરો ચાંદો રે, બેડલું ચઢાવ રે ગિરધારી…

તારા વાંસાનો વળાંકો રે ગિરધારી…
જાણે સરપનો સબાકો રે, બેડલું ચઢાવ રે ગિરધારી…



Scroll to Top