શરદ પુનમની રાતડી
શરદ પુનમની રાતડી રંગ ડોલરીયો,(2)
માતાજી રમવા ચાલો રે રંગ ડોલરીયો.
રમી ભમી ઘેર આવીયા રંગ ડોલરીયો,
માતાજી જમવા ચાલો રે રંગ ડોલરીયો.
માતાએ પીરસી લાપસી રંગ ડોલરીઓ,
માએ નાખ્યા તલના તેલ રે રંગ ડોલરીયો.
આવી છે અજવાળી રાતડી રે રંગ ડોલરીયો.
કાંઈ ચાદો ચઢ્યો આકાશે રે રંગ ડોલરીયો.
Download This Lyrics