Skip to content
Gujarati Lyrics

Tahunka Karto Jay Moraliyo – Gujarati Garba Lyrics

Gujarati Garba 794 views October 13, 2018
PDF

મોરલીયો ટહુકા કરતો

મોરલીયો ટહુકા કરતો જાય, મોરલીયો ટહુકા કરતો જાય.
પેલો તે ટહુકો ઉડીને આવ્યો મા અંબેમાને દ્વાર,
અંબેમાને જઈને કે જે આવજો અવસર દ્વાર. -મોરલીયો

બીજો તે ટહુકો ઉડીને આવ્યો મા ચામુંડમાને દ્વાર,
ચામુંડમાને જઈને કે જે આવજો અવસર દ્વાર. -મોરલીયો

ત્રીજો તે ટહુકો ઉડીને આવ્યો મા ખોડલમાને દ્વાર,
ખોડલમાને જઈને કે જે આવજો અવસર દ્વાર. -મોરલીયો

ચોથો તે ટહુકો ઉડીને આવ્યો મા દશામાને દ્વાર,
દશામાને જઈને કે જે આવજો અવસર દ્વાર. -મોરલીયો

પાંચમો તે ટહુકો ઉડીને આવ્યો મા અંબેમાને દ્વાર,
અંબેમાને જઈને કે જે આવજો અવસર દ્વાર. -મોરલીયો

Share this song

Related songs

PDF