Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Garba Gujarati Lokgeet

Halo Ne Kidibai Ni Jaan ma Lyrics

Written by Gujarati Lyrics

કીડી બિચારી કીડલીને કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડાને નોતર્યા..
હે કીડી ને આપ્યા સન્માન
હાલો ને કીડીબાઇની જાનમાં…

મોરલે બાંધ્યો રૂડો માંડવો રે, ખજુરો પિરસે ખારેક
ભુંડે રે ગાયાં રૂડાં ગીતડાં..
હે પોપટ પિરસે પકવાન,
હાલો ને કીડીબાઇની જાનમાં…

મકોડાને મોકલ્યો માળવે રે લેવા માંડવીયો ગોળ
મંકોડો કેડે થી પાતળો..
હે ગોળ ઉપડ્યો ન જાય
હાલો ને કીડીબાઇની જાનમાં…

મીનીબાઇને મોકલ્યાં ગામમાં રે એવા નોતરવાં ગામ
હામા મળ્યા બે કૂતરા..
હે બિલાડીના કરડ્યા બે કાન
હાલો ને કીડીબાઇની જાનમાં…

ઘોડે રે બાંધ્યા પગે ઘુઘરા રે, કાકીંડે બાંધી છે કટાર
ઉંટે રે બાંધ્યા ગળે ઢોલકા..
હે ગધેડો ફુંકે હરણાઇ
હાલો ને કીડીબાઇની જાનમાં….

ઉંદરમામા હાલ્યા રે રીહામણે ને, બેઠા દરીયાને પેટ
દેડકો બેઠો ડગમગે..
હે મને કપડાં પેહરાવ
જાવું છે કીડીબાઇની જાનમાં….

વાંસડે ચડ્યો એક વાંદરો રે, જુએ જાનની વાટ
આજતો જાનને લુટવી..
હે લેવા સર્વેના પ્રાણ
હાલો ને કીડીબાઇની જાનમાં….

કઇ કીડીની કોની જાન છે રે, સંતો કરજો વિચાર
ભોજા ભગતની વિનતી..
હે સમજો ચતુર સુજાણ
હાલો ને કીડીબાઇની જાનમાં….

કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડા ને નોતર્યા..
હે કીડી ને આપ્યા સન્માન
હાલો ને કીડીબાઇની જાનમાં…

English version

Kidi bichari kidli ne kidina laganiya levaay
Pankhi paarevada ne notarya
He kidi ne aapaya samnaan
Halo ne kidi baai ne jaan ma…

Morale baandho rudo maandavo,
Khajuro pirase khaarek
Bhunde re gaaya rooda gitadaa
He popat pirase pakavaan
Halo ne kidibai ni jaan ma…

Makoda ne moklo maalave re,
Leva maandaviyo gol
Mankodo kede thi paatalo
He gol upadyo naa jay
Halo ne kidibai ni jaan ma…

Minibai ne mokalya gaam ma re
Eva notarva gaam
Haama malyaa be kutara
He bilaadi na karadyaa be kaan
Halo ne kidibai ni jaan ma…

Ghode re baandhya page ghughra re,
Kaakide baanghi che kataar
Unte re baanghya gale dholka
He gadhedo fukne sharanaai
Halo ne kidibai ni jaan ma…

Undar maama haalya re rihaamane ne,
Betha dariyaa ne pet
Dedako betho dagmage
He mane kapada peharaav
Jaavu chhe kidi baai ni jaan ma…

Vaasde chadyo ek vaandaro re,
Juye jaan ni vaat
Aaj to jaan ne lutavi
He levaa sarve naa praan
Halo ne kidibai ni jaan ma…

Kai kidi ni koni jaan che
Santo karajo vichaar
Bhoja bhagat ni vanati
He samajo chatur sujaan
Halo ne kidibai ni jaan ma…

Kidi bichari kidli ne kidina laganiya levaay
Pankhi paarevada ne notarya
He kidi ne aapaya samnaan
Halo ne kidi baai ne jaan ma




About the author

Gujarati Lyrics

Leave a Comment

error: Content is protected !!