સારું આકાશ એક હીંડોળા
સારું આકાશ એક હીંડોળાને ખાટ
એમાં ઝૂલે મારી જગદંબા માત
હીંડોળાને ખાટ.
દસે દિશાએ એનો હીંચકો રે ઝૂલતો,
એનું રૂપ છે અનુપ તો વિરાટ
હીંડોળાને ખાટ.
ચાંદા ને સૂરજના કડલે ટીંગાડ્યો
કિરણોની સાંકળનાં બંધે બંધાયે
એની એક ઝોક અડે જઇને અજવાળી રાત
ને બીજી ઝોક અડતી પ્રભાત.
હીંડોળાને ખાટ.
દૈવિ હીંડોળાને દોરી કોઇ હીંચતું
જાણે કોઇ લોચન ઉઘાડતું ને મીંચતુ.
ઇન્દ્રધનુષ કેવું અંગ બાંધ્યું ફૂમતણુ
જેને સાત સાત રંગની ભાત
હીંડોળાને ખાટ.
Download This Lyrics