Home » Jya Jya Najar Mari Thare Yadi Bhari Tya Aapni

Jya Jya Najar Mari Thare Yadi Bhari Tya Aapni

જ્યાં જ્યાં નઝર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની
આંસુ મહીં એઆંખથી યાદી ઝરેછેઆપની !

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલોત્યાં ત્યાં નિશાની આપની !

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની !

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જેઝૂમખાં
તેયાદ આપેઆંખને ગેબી કચેરી આપની !

આ ખૂનનેચરખેઅનેરાતેહમારી ગોદમાં
આ દમ-બ-દમ બોલી રહી ઝીણી સિતારી આપની !

આકાશથી વર્ષાવતા છોખંજરો દુશ્મન બધા
યાદી બનીનેઢાલ ખેંચાઇ રહી છેઆપની !

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છેપાપની ?
ધોવા બૂરાઇનેબધેગંગા વહેછેઆપની !

થાકુંસિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાંયે આશના
તાજી બની ત્યાં ત્યાં ચડેપેલી શરાબી આપની !

જ્યાં જ્યાં મિલાવેહાથ યારોત્યાં મિલાવી હાથને
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની !

પ્યારું તજીનેપ્યાર કોઇ આદરેછેલ્લી સફર
ધોવાઇ યાદી ત્યાં રડાવેછેજુદાઇ આપની !

રોઉં ન કાં એરાહમાં એબાકી રહીનેએકલો?
આશકોના રાહની જેરાહદારી આપની !

જૂનુંનવુંજાણું અનેરોઉં હસુંતેતેબધું
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની !

ભૂલી જવાતી છોબધી લાખોકિતાબોસામટી
જોયુંન જોયુંછોબનેજોએક યાદી આપની !

કિસ્મત કરાવેભૂલ તેભૂલોકરી નાખુંબધી
છેઆખરેતોએકલી નેએજ યાદી આપની !

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ “કલાપી”



Watch Video

Scroll to Top