Kaliyug Aavyo Have Karmo Lyrics in Gujarati by Ganga Sati Panbai
કળજુગ આવ્યો હવે કારમો રે
તમે સુણજો નર ને નાર,
ભક્તિ ધરમ તે માંહે લોપાશે.
રહેશે નહિ તેની મર્યાદ
કળજુગ આવ્યો હવે…
ગુરુજીના કીધાં ચેલો નહીં માને
ને ઘેરઘેર જગાવશે જ્યોત
નર ને નારી મળી એકાંતે બેસશે.
ને રહેશે નહિ આત્મ ઓળખાણ
કળજુગ આવ્યો હવે…
વિષયના વેપારમાં ગુરુજીને વામશે.
જૂઠાં હશે નર ને નાર.
આડ ધરમની ઓથ લેશે.
પણ રાખે નહિ અલખ ઓળખાણ
કળજુગ આવ્યો હવે…
એક બીજાના અવગુણ જોવાશે
ને કરશે તાણવાણ રે,
કજીયા કલેશની વૃદ્ધિ થાશે ત્યારે,
નહિ આવે ધણી મારો દ્વાર
કળજુગ આવ્યો હવે…
સાચા મારા ભઈલા અલખ આરાધે
ને ધણી પધારે એને દ્વાર રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે.
તમે કરજો સાચાનો સંગ
કળજુગ આવ્યો હવે…
Related songs
શ્યામ પધારો ઘનશ્યામ પધારો| Shyam Padharo Ghanashyam Padharo
Shyam Padharo Ghanashyam Padharo
HUPADU LAI JYA CHOR LYRICS | SURESH ZALA
પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા|Praan thaki mane vishnav vaala Lyrics
Praan thaki mane vishnav vaala Lyrics
કોડે આનંદ ઘેર શ્રીજી પધાર્યા| Kode aanand gher shreeji Lyrics
Kode aanand gher shreeji Lyrics