Nagar Nandaji na lal
નાગર નંદજીના લાલ
રાસ રમતાં મારી નથડી ખોવાણી
કાના જડી હોય તોઆલ …રાસ …
નાની નાની નથડી ને માંહી જડેલા હીરા
નથડી આપોને તમે સુભદ્રાના વીરા …નાગર …
નાનેરી પહેરું તો મારે નાકે ન સોહાય
મોટેરી પહેરું તો મારા મુખ પર ઝોલા ખાય …નાગર …
વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર
રાધાજીની નથડી નો શામળીયો છે ચોર …નાગર …
નથડી આપોને પ્રભુ નંદના કુમાર
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર …નાગર .
Video
Song details
Album
Nagar Nandaji na lal
Related songs
Kalyug Ma Jati Sati Santashe Ne Lyrics in Gujarati
કાન ચડયા કદમને ડાળ લિરિક્સ ગુજરાતીમા
KON HACHU KON JUTTHU CHE LYRICS | DEV PAGLI
આવી છું સેવાને કાજ ફૂલડાં લાવી છું છાબમાં| Aavi chhu sevane kaaj lyrics
Aavi chhu sevane kaaj lyrics