Skip to content
Gujarati Lyrics

Sona Indhoni Rupa Bedalu Re

Gujarati Lokgeet 147 views April 10, 2023
PDF

સોના ઈંઢોણી રૂપા બેડલુંરે
નાગર ઊભાં રોરંગ રસિયા
પાણીડાં ગઈતી તળાવ રે
નાગર ઊભાં રોરંગ રસિયા ॥

કાંઠે તે કાન ઘોડાં ખેલવે રે- નાગર ઊભાં …
કાન મુને ઘડુલો ચડાવ રે- નાગર ઊભાં …

તારો ઘડો તે ગોરી તો ચડે રે- નાગર ઊભાં …
તું જો મારા ઘરડાની નાર રે- નાગર ઊભાં …

ફટ રે ગોજારા ફટ પાપિયા રે- નાગર ઊભાં …
તું છો મારો માડીજાયો વીર રે- નાગર ઊભાં .

અરડી મરડી ને ઘડો મેં ચડાવ્યો રે- નાગર ઊભાં …
તૂટી મારા કમખાની કસ રે- નાગર ઊભાં …

ભાઈ રે દરજીડા વીરા વિનવુંરે- નાગર ઊભાં …
ટાંક્ય મારા કમખાની કસ રે- નાગર ઊભાં …

કસે તે ટાંક્ય ઘમ્મર ઘૂઘરી રે- નાગર ઊભાં …
હૈયે તે લખ્ય ઝીણા મોર રે- નાગર ઊભાં …

જાતાં વાગે તે ઘમ્મર ઘૂઘરી રે- નાગર ઊભાં …
વળતાં ઝીંગોરે નીલા મોર રે- નાગર ઊભાં …

સોના ઈંઢોણી રૂપા બેડલુંરે
નાગર ઊભાં રોરંગ રસિયા
પાણીડાં ગઈતી તળાવ રે
નાગર ઊભાં રોરંગ ર

Share this song

Video

Song details

Related songs

PDF