માનવ નડે છે માનવીને મોટો થયા પછી
માનવ નડે છે માનવીને મોટો થયા પછી
ચાવી મળે ગુનાહોની…
ચાવી મળે ગુનાહોની જ્ઞાની થયા પછી
માનવ નડે છે માનવી…
માતા પિતા ની ગોદ માં, મમતા હતી ઘણી…2
બદલી ગયો એ પરણી ને ,
બદલી ગયો એ પરણી ને , યૌવન મળ્યા પછી.
બદલી ગયો એ પરણી ને , યૌવન મળ્યા પછી.
માનવ નડે છે માનવી ને…..
પ્રગતિ-જીવન-ની-કરવા, ભાઈ ભણતર ભણી ગયો….2
પડતી હવે તે નોતરી
પડતી હવે તે નોતરી , અનુભવ મળ્યા પછી.
પડતી હવે તે નોતરી , અનુભવ મળ્યા પછી.
માનવ નડે છે માનવીને…
ગાતો હતો તું ગીત , કાયમ પ્રભુ તણા… હે….2
ભૂલી ગયો એ ભાવના…. હા…હા…હાં…
ભૂલી ગયો એ ભાવના, પૈસો થયા પછી
ભૂલી ગયો એ ભાવના, પૈસો થયા પછી
માનવ નડે છે માનવીને….
નમતો હતો તું સર્વને , નિર્ધન પણા મહી…2
ઝગડા હવે કરે બધે
ઝગડા હવે કરે બધે , કૃપા મળ્યા પછી
ઝગડા હવે કરે બધે ,પ્રભુ કૃપા મળ્યા પછી
માનવ નડે છે માનવીને….
હું પ્રભુ બની હવે…. અરે ભાઈ પુજાઉં છું ઘણે…2
આપ કહે છે આપની…
આપ કહે છે આપની સિદ્ધિ મળ્યા પછી
આપ કહે છે આપની સિદ્ધિ મળ્યા પછી
માનવ નડે છે માનવીને….
અરે ભાઈ સાધના ઓ ખુબ કીધી….2
એ નાઝિર કહે મે આ વિશ્વ માં
સાધના ઓ ખુબ કીધી
(તો શું જણાયું)
માનવી ને મેં કદી , પ્રભુ થતા જોયા નથી
માનવી ને મેં કદી , પ્રભુ થતા જોયા નથી
માનવ નડે છે માનવી ને મોટો થયા પછી.
ચાવી મળે ગુનાહો ની જ્ઞાની થયા પછી..
માનવ નડે છે માનવી ને મોટો થયા પછી.