Odhaji Mara Vala Ne Vadhine Kejo Gujarati Lyrics
માને તો મનાવી લેજો રે.. હે ઓધાજી રે..
મારા વા’લાને વઢીને કે’જો જી,
માને તો મનાવી લેજો રે..
એકવાર ગોકૂળ આવો, માતાજી ને મ્હોંઢે થાવો,.
ગાયો ને હંભારી જાઓ રે..
હે ઓધાજી.. રે..માને તો મનાવી લેજો જી..
મથુરાના રાજા થ્યા છો, ગોવાળોને ભૂલી ગ્યા છો,
માનીતી ને મેહલે ગ્યા છો રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
કુબ્જા છે રંગે કાળી, કાળા તમે છો વનમાળી
જોડી આવી ક્યાંય નાં ભાળી રે
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
વા’લાની મરજીમાં રહેશું, જે કહેશે તે લાવી દેશું,
કુબજા ને પટરાણી કેશું રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
જમુના ને તીરે જાતા લૂંટે મહી માખણ ખાતા
તોડ્યા કેમ જૂના નાતા રે….
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
દાસ રે મીઠા નો સ્વામિ,મળ્યા મને અંતર્યામી
પડી શું અમારામાં ખામી રે….
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
તમે છો ભક્તોના તારણ, એવી અમને હૈયા ધારણ,
ગુણ ગાયે ભગો ચારણ,
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
Related songs
શ્રીનાથજી શ્રીયામુનાજી ની જોડી સુંદર શોહેં રે| Shreenathji shree yamunaji ni Jodi Lyrics
Shreenathji shree yamunaji ni Jodi Lyrics
Govad Pardeshi Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot)
રાણાજી અમે ગોવિંદ ના ગૂણ ગાશું |Ranaji ame Govind na Gun Gashu Lyrics
Ranaji ame Govind na Gun Gashu Lyrics
Janam Marannu Koina Thekanu Lyrics | Hemant Chauhan | Manav Vedna
મારે હૈયે વસ્યા શ્રીનાથજી| Maare haiye vasyaa shreenathji Lyrics
Maare haiye vasyaa shreenathji Lyrics