Shilvant Sadhu Ne Gujarati Bhajan Lyrics
શીલવંત સાધુને વારે વારે નમીએ,
જેનાં બદલાય નહીં વર્તમાન જો;
રામ ભરુસો રાખે હૃદયમાં જેને,
મહારાજ થયા મહેરબાન રે…..
સ્નેહ કે શત્રુ કોઈ નથી,
જેના દિલમાં પરમારથ ઉપર પ્રીત રે;
સતગુરૂ સાનમાં પૂરણ સમજે ને,
રૂડી રૂડી પાળે રીત રે……
શીલવંત સાધુને…
વહેવારની વાતો જેને ગમતી નથી,
ભજનમાં રહે ભરપૂર રે;
અલખને લખ કહી લાભ જ લેતાં,
જેનાં નેણલામાં વરસે નૂર રે
શીલવંત સાધુને….
પર ઉપકારમાં કરવા પ્રવૃત્તિ ને,
નિવૃત્તિમાં નિજ રૂપ રે;
પોતે રહીને પોષે બીજાને,
એવાં સંત સાહેબના સ્વરૂપ
શીલવંત સાધુને….
સંગત કરો તો એવા નરની કરજો,
પમાય એથી ભવ પાર;
ગંગા સતી કહે સાંભળો પાનબાઈ,
દેખાડે અલખના દ્વાર
શીલવંત સાધુને….
Shilvant sadhu ne vare vare namiya
Jena badlaay nahi vartmaan jo
Ram bharoso raakhe haday ma jene
Maharaj thaya maherban re
Silvant sadhu ne…
Sneh ke shatru koi nathi
Jena dil ma parmaarth upar prit re
Satguru saan ma pooran samaje ne
Rudi rudi pale rit re
Shilvant sadhu ne…
Vahevaar ni vaato jene gamati nathi
Bhajan ma rahe bharpur re
Alakh ne lakh kahi laabh j leta
Jena nen laama varase noor re
Silvant sadhu ne…
Par upakaar ma karava pravrut ne
Nivruti ma neej roop re
Pote rahine poshe bijaane
Eva sant saaheb na swarup
Shilvant sadhu ne…
Sangat karo to eva nar ni karjo
Pamaay ethi bhav paar re
Ganga sati kahe saambhalo paanbai
Dekhaade alakh na dwaar
Silvant sadhu ne…
Related songs
Gayatri Chalisa lyrics in Gujarati
Kanuda Ni Morali Veran Thayi Prachin Gujarati Bhajan Lyrics
Tame Bhave Bhaji Lyo Bhagvan Gujrati Lyrics
Meru to Dage Pan Jena Manada Dage Nahi Gujarati Bhajan Lyrics
એવું શ્રી વલ્લભ પ્રભુનુ નામ| Avu Shree Vallabh Prabhunu Naam Lyrics
Avu Shree Vallabh Prabhunu Naam Lyrics
ગરવા પાટે પધારો ગુણપતિ | garava paate padharo gunpati Lyrics
garava paate padharo gunpati Lyrics