Uncha Nicha Re Madi Tara Gujarati Garba Lyrics
ઊંચા નીચા રે
ઊંચા નીચા રે માડી તારા ડુંગરા રે લોલ,
કે ડુંગર ઉપર ટહુકે ઝીણા મોર;
કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંચા નીચા રે
પહેલો પત્ર રે પાવાગઢ મોકલ્યો રે લોલ,
કે દેજો મારી કાળકા માને હાથ;
કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંચા નીચા રે
બીજો પત્ર રે આબુગઢ મોકલ્યો રે લોલ,
કે દેજો મારી અંબા માને હાથ;
કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંચા નીચા રે
ત્રીજો પત્ર રે શંખલપુર મોકલ્યો રે લોલ,
કે દેજો મારી બહુચર માને હાથ;
કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંચા નીચા રે
ચોથો પત્ર રે આરાસુર મોકલ્યો રે લોલ,
કે દેજો મારી આરાસુરી માને હાથ;
કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંચા નીચા રે
પાંચમો પત્ર રે અમદાવદ મોકલ્યો રે લોલ,
કે દેજો મારી ભદ્રકાળી માને હાથ;
કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંચા નીચા રે
Related songs
ઝીણી ઝીણી મોરલીયું વાગે છે| jini jini moraliyu vage che Lyrics
jini jini moraliyu vage che Lyrics
AAJ KARO KESARIYA LYRICS | Parthiv Gohil, Aditya Gadhvi | Nayika Devi
Navdurga Rame Che – Gujarati Garba Lyrics
હે મામા કંસે તે રાજગ આદરો lyrics in Gujarati by Birju Barot
lyrics in Gujarati by Birju Barot
કુમ કુમ પગલે, રુમ ઝૂમ રથડે | kum kum pagale rum jum Lyrics
kum kum pagale rum jum Lyrics