Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Garba

એવા સાત સાત દેવીને વીરો માનતા | eva saat saat devi ne Lyrics

Written by Gujarati Lyrics

એવા સાત સાત દેવીને વીરો માનતા,
હે કોઈ ન આવે કુળદેવીની તોલે રે
કુળદેવી માતા, રક્ષા કરો અમારા કુળની
ચડતી રાખો અમારા કુળની…

કે એવા પહેલે નોરતે માડી પ્રગટ થયાં,
હે બીજે માએ ધર્યાં આભૂષણ અંગ રે
કુળદેવી માતા, રક્ષા કરો અમારા કુળની
ચડતી રાખો અમારા કુળની…

હે એવા ત્રીજે તે ખડ્ગ,ત્રિશુળ ધારિયાં,
હે ચોથે માએ માર્યો મહિષાસુર રે,
કુળદેવી માતા,રક્ષા કરો અમારા કુળની
ચડતી રાખો અમારા કુળની…

હે એવા પાંચમે નોરતે માજી પ્રસન્ન થયાં,
હે છઠે માએ સોળ સજ્યા શણગાર રે,
કુળદેવી માતા,રક્ષા કરો અમારા કુળની
ચડતી રાખો અમારા કુળની…

હે એવા સાતમે નોરતે માંડી સંચારીયા,
હે આઠમે માએ પૂરી મનની આશ રે,
આશાપુરી માતા,રક્ષા કરો અમારા કુળની
ચડતી રાખો અમારા કુળની…

હે એવા નવમે મા નારાયણી રૂપ છે
દસમે માએ આરોગ્યા નિવેદ રે
કુળદેવી માતા,રક્ષા કરો અમારા કુળની
ચડતી રાખો અમારા કુળની.

English version

eva saat saat devi ne viro maanta
he koi na aave kuldevi ni tole re
kuldevi mata raksha karo amaara kul ni
chadati rakho amaara kul ni…

eva pehale norate maadi pragat thaya
bije maaye dharya aabhushan ang re
kuldevi mata raksha karo amaara kul ni
chadati rakho amaara kul ni…

eva trije te khadag trishul dhaariya
chothe maaryo mahishasur re
kuldevi mata raksha karo amaara kul ni
chadati rakho amaara kul ni…

eva pach ma norate maadi prasann thaya
chhathe maaye sajya sol shangaar re
kuldevi mata raksha karo amaara kul ni
chadati rakho amaara kul ni…
eva saat me norte maadi sanchariya
aath me maaye puri man ni aash re
kuldevi mata raksha karo amaara kul ni
chadati rakho amaara kul ni…

he eva nav me maa narayani roop che
das me maaye aarogya nived re
kuldevi mata raksha karo amaara kul ni
chadati rakho amaara kul ni…



Watch Video


About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!