Vachan Viveki Je nar Naari Paanbai Gujarati Bhajan Lyrics
વચન વિવેકી જે નર નારી પાનબાઈ !
તેને બ્રહ્માદિક લાગે પાય રે,
જથારથ વચનની સાન જેણે જાણી
તેને કરવું પડે ન બીજું કાંઈ જી…..
વચન વિવેકી જે નર નારી…
વચનમાં સમજે તેને મહાસુખ ઉપજે ને
ઈ તો ગત રે ગંગાજી કહેવાય,
એકમના થઈ ને આરાધ કરે તો તો,
નકલંગ પરસન થાય….
વચન વિવેકી જે નર નારી….
વચને થાપન ને વચને ઉથાપન, પાનબાઈ !
વચને મંડાય ધણીનો પાટ
વચનના પૂરા ઈ તો નહિં રે
અધૂરા ને વચનનો લાવે જો ને ઠાઠ…
વચન વિવેકી જે નર નારી…
વસ્તુ વચનમાં છે પરિ પૂરણ, પાનબાઈ !
વચન છે ભક્તિનું અંગ છે,
ગંગા સતી એમ બોલીયાં રે,
કરવો વચનવાળાનો સંગ…
વચન વિવેકી જે નર નારી…
Vachan Viveki Je nar Naari Paanbai
Tene brahmaadik laage pay re,
Jathaarath vachan ni saan jene jaani
Tene karavu pade na biju kaai re…
Vachan Viveki Je….
Vachan ma samje tene mahaasukh upahe ne
Ei to gat re gangaaji kahevaay
Ekam na thai ne aaraadh kare to to
Naklang parsan thaay…
Vachan Viveki Je nar
Vachane thaapan ne vachane uthaapan panbai
Vachane mandaay ghani no path
Vachan na pura eito nahi re
Adhura ne vachan no laave jo ne thaath…
Vachan Viveki Je nar
Vastu vachan ma chee puri puraan panbaai
Vachan chhe bhaktu nu ang re
Ganga sati em boliya re,
Karavo vachan maalano sang…
Vachan Viveki Je nar
Related songs
નાથોના નાથ પ્રભુ મારા શ્રીનાથજી| Naatho na naath prabhu mara lyrics
Naatho na naath prabhu mara lyrics
Pritam Varni Chundadi Gujarati Bhajan Lyrics
Jena Mukh Ma Ram Nu Nam Nathi lyrics
Pag Mane Dhova Dyo Raghuray Gujrati Lyrics
Mane to Manavi Lejo Re Lyrics
હે ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘની રે ખમ્મા | HE GHANI KHAMMA GHANI KHAMMA lyrics
HE GHANI KHAMMA GHANI KHAMMA lyrics