સહજાનંદ સ્વામી અંતરયામી| Sahjanand Swami Antaryami Lyrics
Sahjanand Swami Antaryami Lyrics — Lyrics
સહજાનંદ સ્વામી અંતરયામી,
મૂરતિ મનોહર મારા શ્યામની રે
મુને તાળી લાગી છે ઘનશ્યામની રે…
સુંદર શામળા હૃદયે બિરાજો, છોગલાવાળા છેલ
છેલ છબીલા રંગના રેલા,
કેસર ભીના મારા કા’નજી રે
મુને તાળી લાગી છે ઘનશ્યામની રે…
સોળે ચિહ્ન સહિત શોભે, ચરણકમળની જોડ,
તેમાં અમારું ચિત્તડું રે લાગ્યું મેં તો,
ફિકર છોડી સારા ગામની રે
મુને તાળી લાગી છે ઘનશ્યામની રે…
ધર્મકુંવર ઘનશ્યામજી રે મારા, પ્રાણતણા આધાર
નિષ્કુળાનંદ કહે નાથજી દેજો મુને,
કુંચી અક્ષરધામની રે
મુને તાળી લાગી છે ઘનશ્યામની રે…
Sahjanand Swami Antaryami
Sahajanand swami antaryami,
Murati Manohar maara shyaam ni re,
Mune taali laagi che ghanshyam ni re…
Sundar shamla hadaye biraajo,
Chhogala vaala chhe,
Chhel chhabila rang na rela,
Kesar bhina maara kanji re,
Mune Taali Laagi Chhe…
Sole chinh sahit shobhe,
Charan kamal ni jod,
Tema amaaru chitadu re laagyu me to,
Fikar chhodi saara gaam ni re,
Mune Taali Laagi Chhe…
Dharm kuvar ghanshyam ji re maara,
Praan tana aadhaar,
Nishkulanand kahe naathji dejo mune,
Kunchi akshar dhaam ni re,
Mune Taali Laagi Chhe…
Video
Related songs
Morli Veran Thai Kanuda Tari
Jya lagi aatma tatva chinyo nahi Lyrics in Gujarati by Narsinh Mehta
Bam Bam Laheri Om Shiv Laheri Lyrics | Master Rana | Aavo Mara Ram
આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે|Aaj Yamunaji Padharya Mare Gher Re Lyrics
Aaj Yamunaji Padharya Mare Gher Re Lyrics