Skip to content
Gujarati Lyrics

મારા સહજાનંદ સુજાન, જાવું તારે વારણિયે| Mara sahjand sujan Lyrics

Mara sahjand sujan Lyrics — Lyrics

Gujarati Bhajan 1 views July 4, 2023
PDF

મારા સહજાનંદ સુજાન, જાવું તારે વારણિયે
તમે છો મારા જીવન પ્રાણ, આવી ઊભી બારણિયે
મારા સહજાનંદ સુજાન…

આવી વસ્યું છે મારે અંતરે રે, વાલા રૂપ અલૌકિક તારું
છેલ છબીલું તારું છોગલું રે, મુને પ્રિતમ લાગે પ્યારું
મારા સહજાનંદ સુજાન…

સુભગ સોના કેરાં સાંકળાં રે, માંહે ચુની રતન જડાવું
નવલ રંગીલા મારા નાથજી રે, હું પ્રેમે કરીને પેરાવું
મારા સહજાનંદ સુજાન…

ફૂલ તણી રે માળા ફૂટડી રે, વારી પ્રાણજીવન તમે પેરી
બ્રહ્માનંદના વાલમા રે, મારા લાડકડા રંગ લેરી
મારા સહજાનંદ સુજાન…

Mara sahjand sujan,
jaavu tare varniye
Tame chho mara jivan praan,
aavi ubhi baarniye
Mara sahajand sujan…

Aavi vasyu che maare antare re,
vaala rup alaukik taaru
Chhel chhabilu taaru chhogalu re,
mune pritam laage pyaaru
Mara sahajand sujan…

Sugam sona kera saankalaa re,
maahe chuni rattan jadaavu
Naval rangila maara naathji re,
hu preme karine peraavu
Mara sahajand sujan…

Fool tani re maala footadi re,
vaari praan jivan tame peri
Brahmanand na vaal ma re,
maara laadkada rang leri
Mara sahajand sujan…

Share this song

Related songs

PDF