Skip to content
Gujarati Lyrics

He Nath Jodi Hath Lyrics in Gujarati

Gujarati Song 20 views January 19, 2024
PDF

હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ
શરણ મળે સાચું તમારૂ એ હૃદયથી માંગીએ
જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો

વળી કર્મના યોગે કરી જે કુળમાં એ અવતરે
ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે
લખચોરાશી બંધનોને લક્ષમાં લઈ કાપજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો

સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દઈ વારસો
જનમોજનમ સત્સંગથી કિરતાર પાર ઉતારજો
આ લોકને પરલોકમાં તવ પ્રેમ રગરગ વ્યાપજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો

મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી
ઘો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી
સાચું બતાવી રૂપ શ્રીગિરિરાજ  હૃદયે સ્થાપજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો

Share this song

Related songs

PDF