સમજુ પ્રાણીયા રે સાચા સંતોષે સુખ થાશે
લોભી વાણીયો રે…
લોભીનું મન થોભે નહીં આમ તેમ અથડાશે,
સતને ભૂલી લોભમાં ડૂબે નક્કી નરકે જાશે
લોભી વાણીયા રે…
લોભે લાગ્યો જ્ઞાને નવ જાગ્યો તારું તે શું થાશે,
ધાઇ ધુતી ધન ભેગું કીધું ખાનારાઓ ખાશે
લોભી વાણીયા રે..
સત માગર સત સંગત છોડે તારી શી ગતિ થાશે.
લોકો તારા અવગુણ ગાશે માત પિતા લજવાશે
લોભી વાણીયો રે….
લોભે હણાયો લોભે વણાયો લોભે બુડી જાશે
દાસ સત્તાર કહે કર જોડી નિર્લોભી તરી જાશે
લોભી વાણીયા રે…
English version
samaju praaniya re saacha santoshe sukh thaashe
lobhi vaaniya re…
lobhinu man thobhe nahi aam tem athadashe
sat ne bhooli lobh ma dube nakki narake jaashe
lobhi vaaniya re…
sat maarag sat sangat chhode taari shi gati thaashe
dhaayi dhuti dhan bhegu kidhu khanaarao khaashe
lobhi vaaniya re…
lobhe laagyo gnnane nav jaagyo taaru re shu thaashe
loko taara avgun gaashe maat pita lajvaashe
lobhi vaaniya re…
lobhe hanaayo lobhe vanaayo lobhe budi jaasje
daas sataar kahe kar jodi nirlobhe tari jaashe
lobhi vaaniya re…