Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

Machli Vihani Dariya Ne Bet Lyrics | Praful Dave | Shivam Cassettes Gujarati Music

Written by Gujarati Lyrics

માછલી વીહાની દરિયા ને બેટ
સરવણ રહ્યો એની માને પેટ
કાળી પછેડી ને ભમરિયાળી ભાત
સરવણ જનમ્યો માઝમ રાત
કાળી પછેડી ને ભમરિયાળી ભાત
સરવણ જનમ્યો માઝમ રાત

એ અડી કડી વાવ ને નવઘણ કૂવો
ત્યાં સરવણ નો જનમ હુઓ
લાંબી પીપળ ને ટૂંકા પાન
સરવણ ધાવે એની માને રે સ્તાન
લાંબી પીપળ ને ટૂંકા પાન
સરવણ ધાવે એની માને સ્તાન

પાંચ વરસનો સરવણ થીયો
લઇ પાટી ને ભણવા ગીયો
ભણી ગણી ને બાજંદો થયો
સુગરી નારને પરણી ગયો
ભણી ગણી ને બાજંદો થયો
સુગરી નાર ને પરણી ગયો

એ સુગરી નાર મારા વચન સુનો રે
મારા આંધળા માં બાપ ની સેવા કરો
તારા માં બાપ ને કુવા માં નાખ
મને મારે પિયરી એ વળાવ
તારા માં બાપ ને કુવા માં નાખ
મને મારે પિયરી એ વળાવ

મોર સરવણ ને વાહે એની નાર
આયા બંન્ને સસરા ને દ્વાર
સસરાજી રે મારા વચન સુનો
તમારી દીકરીને ઘર માં પૂરો
સસરાજી રે મારા વચન સુનો
તમારી દીકરીને ઘર માં પૂરો

એ રો રો જમાઈ રાજ જમતા રે જાવ
દીકરી ના અવગુણ કહેતા રે જાવ
ઈ રે અભાગણીના મોં કોણ જુએ
મારા આંધળા માં બાપ ને નાખે કૂવે
ઈ રે અભાગણીના મોં કોણ જુએ
મારા આંધળા માં બાપ ને નાખે કૂવે

ત્યાં થી સરવણ હાલ્યો લે જાય
સુથાર ના ઘર પૂછજો રે જાય
ભાઈ સૂથારી મારા વચન સુનો
મારા આંધળા માં બાપ ની કાવડ ઘડો
ભાઈ સુથારી મારા વચન સુનો
મારા આંધળા માંબાપની કાવડ ઘડો

એ કાવડ ધડજ્યો ઘાટ સધાત
સોઈ લાવે છે મારા માં ને બાપ
આંધળા માં બાપ ને આનંદ થાય
અડસઠ તીરથ કરવાને જાય
આંધળા માં બાપ ને આનંદ થાય
અડસઠ તીરથ કરવાને જાય

ગંગા જમણા એ નાયા રે નીર
ત્યાંથી હાલ્યો સરયુને પીર
ડગલે પગલે પંથ કપાય
આંધળા માંબાપ તરસ્યારે થાય
ડગલે પગલે પંથ કપાય
આંધળા માંબાપ તરસ્યારે થાય

એ કાવડ મૂકી જો આંબલીય ની ડાળ
કાવડ મૂકી જો આંબલીય ની ડાળ
સરવણ પાણી ભરવા ને જાય
ભરિયા લોટાને ખખડ્યાં નીર
સરવણ વીંધાયો પહેલે તિર
ભરિયા લોટાને ખખડ્યાં નીર
સરવણ વીંધાયો પહેલે તિર

તરસ્યા તપસ્વી પાણીડાં પીવો
તમારો સરવણ સ્વર્ગે ગીયો
આંધળા માં બાપે હામભળિ વાત
દાગે દલડે દીધેલો શાપ
આંધળા માં બાપે સાભળિ વાત
દાગે દલડે દીધેલો શાપ

એ પુત્ર વિયોગે અમે ત્યગિયે રે પ્રાણ
દશરથ તારા એ એધાણ
દશરથ તારે દીકરા ચાર
અંત સમયે નહિ એકે પાસ
દશરથ તારે દીકરા ચાર
અંત સમયે નહિ એકે પાસ
દશરથ તારે દીકરા ચાર
અંત સમયે નહિ એકે પાસ.

English version

Machali vihani dariya ne bet
Shravan raho ani mane pet
Kadi pachhedi ne bhramriyadi bhaat
Sravan janmyo majham rat
Kadi pachhedi ne bhramriyadi bhaat
Sravan janmyo majham rat

Ae adi kadi vaav ne navdhan kuvo
Tyaa sravan no janam huvo
Lambi pipad ne tunka pan
Shravan dhave aeni mane re staan
Lambi pipad ne tunka pan
Sravan dhave aeni mane re staan

Panch varsno sravan thiyo
Lai pati ne bhanva gayo
Bhani gani ne banjando thayo
Sugari naar ne parni gayo
Bhani gani ne banjando thayo
Sugari naar ne parni gayo

Ae sugari naar mara vachan suno re
Mara andhada ma bap ni seva karo
Tara ma bap ne kuva ma nakh
Mane mare piyari ae vadav
Tara ma bap ne kuva ma nakh
Mane mare piyari ae vadav

Mor sravan ne vahe ani nar
Aaya banne sasara ne dwar
Sasraji re mara vachan suno
Tamaari dikari ne ghar ma puro
Sasraji re mara vachan suno
Tamaari dikari ne ghar ma puro

Ae ro ro jamai raj jamta re jav
Dikari na avgun kaheta re jav
e re abhagani na mo kon juve
Mara andhada ma bap ne nakhe kuve
e re abhagani na mo kon juve
Mara andhada ma bap ne nakhe kuve

Tya thi sravan halyo le jay
Suthar na ghar puchhajo re jay
Bhai suthari mara vachan suno
Mara andhada ma bap ni kavad dhado
Bhai suthari mara vachan suno
Mar andhada ma bap ni kavad dhado

Ae kavad dhadjyo dhat sadhat
Soi laave chhe mara ma ne bap
Adhanda ma bap ne anand thay
Adsath tirath karva ne jay
Adhada ma bap ne anand thay
Adsath tirath karva ne jay

Ganga jamna ae naya re nir
Tya thi halyo saryune pir
Dagale pagle panth kapay
Adhanda ma bap tarsya re thay
Dagale pagle panth kapay
Adhanda ma bap tarsya re thay

Ae kavad muki jo ne ambliya ni dal
kavad muki jo amba ni dal
Sravan pani bharva re jay
Bhariya lota ne khakhdya nir
Sravan vindhayo pehele tir
Bhariya lota ne khakhdya nir
Sravan vindhayo pehele tir

Tarsya tapsvi panida re pivo
Tamaro sravan swarge giyo
Andhada ma bape hambhadi vat
Dagel dalde didhelo shaap
Andhada ma bape sambhadi vat
Dagel dalde didhelo shaap

Ae putra viyoge ame tyagiye re pran
Dashrath tara ae aeghan
Dashrath tare dikara char
Ant samaye nahi aeke paas
Dashrath tare dikara char
Ant samaye nahi aeke paas
Ae dashrath tare dikara char
Ant samaye nahi aeke paas
Dashrath tare dikara char
Ant samaye nahi aeke paas.



Watch Video


  • Album: Shivam Cassettes Gujarati Music
  • Singer: Praful Dave
  • Director: Pankaj Bhatt
  • Genre: Pankaj Bhatt
  • Publisher: Prabhat Barot

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!