પેથલપુરમાં પાવો વાગ્યો
હે પેથલપુરમાં પાવો વાગ્યોને મારો સુતો સોણલડો,
જાગ્યો જવાન લાલ ભમ્મરિયા, રે લાલ ભમ્મરિયા (2)
હે નેહલો લગાવી હાલ્યો તું મુંબઇ, મુંબઇ મોટું શહેર,
હો.. હો.. , હો.. હો.. હો..
હે તારા વિજોગે અહીં અમે રહેતા ને ત્યાં તું કરતો લહેર
અલ્યા ઝાઝું રોકાજે ના આજ જવાન લાલ ભમ્મરિયા,
હો.. ઝાઝું ના બોલજે આજે કે દલડું દાઝે દાઝે રે લાલ
હે તારાથી નેણલો લાગ્યો, લાગ્યો રે રંગ હૈયે કસુંબલ,
જાગ્યો જાગ્યો રે લાલ ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા,
ભમ્મરિયા લાલ લાલ ભમ્મરિયા…
હે ..ઇ રે પાવાનાં સૂર સુણતા રે તારી વાંહે રે જીવડો રેલ,
કેટલાંય ભાઇબંધની હારે કેવડારો તું ને સંદેશો રે.
હે આવી હું દોડી દોડી કે ઘરબાર છોડી જવાન લાલ,
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા, ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા.
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા, ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા.
ઓરે બાર બાર મહિના જાગી વીતાવજે જો જો તું વાટડી રે,
હે વાલમ તારા વિના થાશે હવે વેરણ રાતડી રે
હો જોડિને રોકાયા વ્હાલા નથી જાવું વ્હાલા જવાન લાલ.
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા, ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા.