વગડાની વચ્ચે વાવડી
વગડાની વચ્ચે વાવડી ને,વાવડીની વચ્ચે દાડમડી
દાડમડી ના દાણા રાતા ચોળ , રાતા ચોળ સે
પગમા લકક્ડ્ પાવડી ને , જરીયલ પેરી પાઘલડી
પાઘલડી ના તાણા રાતાચોળ, રાતાચોળ સે.
આની કોર્ય પેલી કોર્ય, મોરલા બોલે
ઉત્તર દખ્ખણ ડુંગરા ડોલે, ઇશાની વાયરો વીંઝણો ઢોળે
ને વેરી મન મારું ચડ્યું ચકડોળે
નાનું અમથુ ખોરડું ને, ખોરડે ઝુલે છાબલડી
છાબલડી ના બોરા રાતા ચોળ, રાતા ચોળ સે.
ગામને પાદર રુમતા ને ઝુમતા નાગરવેલના રે વન સે રે
તીરથ જેવો સસરો મારો, નટખટ નાની નંણદ સે રે
મૈયર વચ્ચે માવલડી ને, સાસર વચ્ચે સાસલડી
સાસલડી ના નૈ’ણા રાતા ચોળ, રાતા ચોળ સે.
એક રે પારેવડું પિપળાની ડાળે, બીજું રે પારેવડું સરોવર પાળે,
રૂમઝુમ રૂમઝુમ જોડ્લી હાલે, નેણલા પરોવી ને નેણલા ઢાળે
સોના જેવો કંથડો ને હું સોનાની વાટ્કડી
વાટ્કડી માં કંકુ રાતા ચોળ, રાતા ચોળ સે.
Download This Lyrics PDF