Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Lagna Geet

Pratham shri ganesh besado re | પ્રથમ ગણેશ બેસાડો રે Lyrics

Written by Gujarati Lyrics

પ્રથમ ગણેશ બેસાડો રે, મારા ગણેશ દુંદાળા,
ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા,
ગણેશ વરદાન દેજો રે, મારા ગણેશ દુંદાળા,
સુખડ બાજોઠ ઘડાવો રે મારા ગણેશ દુંદાળા,
પ્રથમ ગણેશ બેસાડો રે, મારા ગણેશ દુંદાળા….

કૃષ્ણની જાને રૂડી વેલડિયું શણગારી,
ઘોડલિયે પિત્તળિયા પલાણ રે મારા ગણેશ દુંદાળા
પ્રથમ ગણેશ બેસાડો રે
કૃષ્ણની જાને રૂડા હાથીડા શણગારો,
હાથીડે લાલ અંબાડી રે મારા ગણેશ દુંદાળા
પ્રથમ ગણેશ બેસાડો રે….

કૃષ્ણની જાને રૂડા દેવતા શણગારો,
નવખંડ નોતરાં દીધાં રે મારા ગણેશ દુંદાળા
પ્રથમ ગણેશ બેસાડો રે
કૃષ્ણની જાને રૂડા જાનૈયા શણગારી,
જાનૈયા લાલ ગુલાલ રે મારા ગણેશ દુંદાળા
પ્રથમ ગણેશ બેસાડો રે….

કૃષ્ણની જાને રૂડી જાનડિયું શણગારો,
જાનડિયું કેસર ભીની રે, મારા ગણેશ દુંદાળા
પ્રથમ ગણેશ બેસાડો રે
આવો ગણેશજી, આવો પરમેશ્વર,
તમ આવેથી રંગ રહેશે રે મારા ગણેશ દુંદાળા
પ્રથમ ગણેશ બેસાડો રે….

English version

Pratham shri ganesh besado re,
Mara ganesh dundaala
Ganesh dundaala ne moti faandala,
Ganeshji vardaan dejo re,
Maara ganesh dundaala
Sukhad baajot ghadaavo re,
Maara ganesh dundaala
Pratham shri ganesh…

Krushnaji ni jaane rudi veldiyu shangaro
Ghodaliya pitaliya palaan re,
Mara ganesh dundaala
Krishnaji ni jane ruda hathida shnagaro
Hathide laal ambadi re,
Maara ganesh dundaala
Pratham shri ganesh….

Krushn jine jane ruda devta shangaro,
Navkhand norata didha re
Mara ganesh dundaala
Pratham shri ganesh…

Krishnaji ni jaane ruda janaiya shangaro
Janaiya laal gulaal re
Mara ganesh dundaala
Pratham shri ganesh…

Krushnaji ni jane rudi jandiyu shangaro,
Jaandiyu kesar bhini re
Maara ganesh dundaala
Pratham shri ganesh…

Aavo ganeshji aavo parmeshwar
Tam aavethi rang raheshe re
Maara ganesh dundaala
Pratham shri ganesh…




About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!