Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Bhajan

Ranchhod Bavani Lyrics in Gujarati

Written by Gujarati Lyrics
શ્રી રણછોડ બાવની
રણછોડ તું રંગીલો નાથ, વિશ્વ સકળ તારો સાથ
ભૂમિ કેરો હરવો ભાર, જગમાં પ્રગટ્યો વારંવાર
જન્મ ધર્યો તેં કારાગાર, જગતમાં કરવા ચમત્કાર
કંસરાયને થાયે જાણ તેથી કીધું તરત પ્રયાણ
ગોકુળમાં જઈ કીધો વાસ, નંદ જશોદાજીની પાસ
વર્ણન કરતા ના’વે પાર એવીતારી લીલા અપાર
ગોવાળોની સાથે, ગાય ચરાવી રાજી થાય
છાનો ગોરસ લૂંટી ખાય, પકડાતાં છટકી જાય
ગોપીકાનાં ચોર્યા ચિત્ત, સૌના ઉપર સરખી પ્રીત
બંસી કેરો સૂર મધૂર, સૂણનારા થાયે ચકચુર
શરદ પુનમની આવે રાત, સૌનો હૈયે થાય પ્રભાત
વ્રજવનિતા છોડે આવાસ, દોડી આવે રમવા આવે રાસ
તારલિયા ચમકે આકાશ, ચાંદલીયાને પૂર્ણ પ્રકાશ
દાનવ કેરો જ્યાં જ્યાં ત્રાસ, પળમાં જઈને કીધો નાશ
પટકી માર્યો મામો કંસ રહ્યો ન જગતમાં તેનો વંશ
કૌરવોને કીધા તંગ પાંડવોનો રાખી સંગ
અર્જુનને તેં દીધો બોધ, જ્ઞાનામૃતનો વરસ્યો ધોધ
યુધ્ધ તજીને કીધી દોડ, નામ પડ્યું રણછોડ
દ્વારિકામાં કીધો વાસ ધર્મ ધજા ફરકે ચોપાસ
ગુજરાતે એક ડાકોર ગામ, ભક્ત થયો બોડાણો નામ
પત્ની જેની ગંગાબાઈ તે પણ ભક્તિમાં રંગાઈ
હરતાં ફરતાં ગાયે ગાન મેળવવા ચાહે ભગવાન
તેવામાં એક આવ્યો સંઘ રેલાયો ભક્તિનો રંગ
યાત્રાળુઓ દ્વારિકા જાય, બોડાણો તેમાં જોડાય
ગોમતીજીમાં કીધું સ્નાન ભાવે નિર્ખ્યા શ્રી ભગવાન
છ માસે આવીશ હું ધામ ટેકે એવી લીધી નિષ્કામ
તુલસીવાળી કાયમ જાય, પ્રભુને અર્પી રાજી થાય
સહન કરે એ કષ્ટ અમાપ ભલે પડે ઠંડી કે તાપ
વૃદ્ધ થયો પણ હૈયે હામ અવિચળ શ્રદ્ધા આડો જાન
સિત્તેર વર્ષ વિત્યા છે એમ ત્યારે પૂરણ થઈ છે નેમ
બોડાણો જીત્યો છે દાવ, પ્રભુના હૈયે પ્રગટ્યો ભાવ
હવે લાવજે ગાડું સાથ, બોલ્યો વિશ્વસકળનો નાથ
ખડખડતી લીધી છે વ્હેલ વૃદ્ધ થયેલા જોડ્યા બેલ
ગંગાબાઈએ દીધી વિદાય, બોડાણો હરખાતો જાય
બોડાણાને રાતો રાત મૂક્યા દ્વારિકાની વાટ
દર્શન કરતાં કહે છે નાથ, ગાડું લાવ્યો છું સાથ
ગુગળીઓ મનમાં વ્હેમાય, ભક્ત પ્રભુને ના લઈ જાય
માર્યા તાળાં મજબૂત દ્વાર પડીને વાગ્યા બાર
વ્હાલો નીકળી નાઠો બહાર, વ્હેલ તરત કીધી તૈયાર
ગાડું હાંકે જગદાધાર કહે પછી શું લાગે વાર
ઉમરેઠ પકડી લીમડા ડાળ મીઠી થઈ તે તત્કાળ
વ્હાણું વાયું વીતી રાત ડાકોર માંહે થયું પ્રભાત
ગંગાબાઈએ નિરખ્યો નાથ, ઉર ઉમકળે જોડ્યા હાથ
ડાકોર વરત્યો જય જયકાર, દ્વારિકામાં હાહાકાર
દ્વારિકાના રાજાની સાથ ગુગળી લેવા આવ્યા નાથ
ભગત સામે લેવા જાય, માર્યો ભાલે મૃત્યુ થાય
ભાવિકોના દિલ દુઃખાય બદલો લેવા સામા ધાય
ગંગાબાઈએ ધીરજ ધરી, વ્હાલમજીએ વિપત્ત હરી
ગુગળી સોનુ લેવા ધાય, વ્હાલો વાળીએ તોળાય
રીઝ્યો વિશ્વસકળનો ભૂપ મનસુખરામનું લીધું રૂપ
સંત પુનિતને દીધી હામ પુરણ કીધાં સઘળા કામ
’રામભક્ત’ જે કરશે પાઠ નાથ ઝાલશે તેનો હાથ
પૂર્ણિમાએ પ્રેમથી ડાકોર દર્શન થાય
રામભક્ત તે પુનિત બને, કારજ સઘળા થાય.
{……..શ્રી રણછોડરાય ની જય …….}



About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!