આવ્યો આવ્યો આવ્યો રે
જેના હાથમાં રામે છે મારા મનની ઘૂઘરીઓ
જેના ઢોલથી ઝબૂકે મારા પગની વીજળીઓ
જેના હાથમાં રામે છે મારા મનની ઘૂઘરીઓ
જેના ઢોલથી ઝબૂકે મારા પગની વીજળીઓ
એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે
એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે
હું એની ડમરીની ધૂળ બની જઉં
એ તાલ દે ને હું તાળી દઉં
તના તના પાલક વઠી સારિયા હે..
તના તના પાલક વઠી સારિયા હે..
મુજા પખી…
છલડે આઈ રૂલાઈ મૂકે યાદ સજણ જી આઈ
હો.. છલડે આઈ રૂલાઈ મૂકે યાદ સજણ જી આઈ
જીંજલ જીંજલ જીંજલ જીંજલ
જીંજલ જીંજલ જીંજલ જીંજલ જીંજલ
જીંજલડી મુજી મા, મૂકે છલડે આઈ રૂલાઈ
આયલડી મુજી મા, મૂકે છલડે આઈ રૂલાઈ
હો…
એણે મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે
એણે મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે
એણે મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે
એણે મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે
એણે સપના રાંધ્યા હું બેઠી ખઉં
એણે સપના રાંધ્યા હું બેઠી ખઉં
એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે
હું એની ડમરીની ધૂળ બની જઉં
એ તાલ દે ને હું તાળી દઉં
ડમરીની ધૂળ બની જઉં
એ તાલ દે ને હું તાળી દઉં
એણે ચાલતી ન’તી તોય આંતરી
મારે છેતરાવું’તું એવી છેતરી
એણે પગલી પાડી હું કેડી થઉં
એણે પગલી પાડી હું કેડી થઉં
એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે
હું એની ડમરીની ધૂળ બની જઉં
એ તાલ દે ને હું તાળી દઉં
ડમરીની ધૂળ બની જઉં
એ તાલ દે ને હું તાળી દઉં
એ તાલ દે ને હું તાળી દઉં
એ તાલ દે ને હું તાળી દઉં….
Download This Lyrics